ગુજરાતના બે કેબીનેટ મંત્રીઓના ખાતા છીનવાયા | આતંકવાદ વિરુદ્ધ સરકાર એકશનમાં

2022-08-21 138

ગુજરાતમા વિધાનસભા ચૂંટણીઓ આડે માંડ 90 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની સરકારમા બબ્બે કેબિનેટ મંત્રીઓને કટ ટુ સાઇઝ કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, શનિવારની સાંજે ભાજપની નવી 11 મહિનાની સરકારમા નંબર ટુ ગણાતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન વિભાગનો હવાલો પરત લઈ લીધો હતો. આ બંન્ને નવા મંત્રીઓ સામે ચોમેરથી ફરિયાદો ઉઠતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યાનુ જાણવા મળ્યુ છે.

Videos similaires